
સૂકોમેવો સામાન્યરીતે લોકો મુસાફરી દરમ્યાન કે બસસ્ટેન્ડ યા રેલ્વેસ્ટેશન પર રાહ જોતા સમયે અથવા પિક્ચર જોતી વખતે, પિકનિક, મીટિંગ, પાર્ટીઓ કે ખાસ યોજાયેલા ભોજન સામારંભ પર ખવાતો ખોરાક સમજીએ છીએ. તેને ક્યારેય આપણે આપણા ભોજનમાં જરૂરિયાત વાળો ખોરાક નથી સમજતા. ક્યારેક તમે તમારા મિત્રો કે પરિચિતો પાસેથી એ કહેતા સાંભળ્યુ હશે કે ” મેં આજે બપોરનું ભોજન નથી કર્યુ, બસ થોડી ખારીસીંગ ખાધી છે યા સવારની મીટિંગમાં ખાલી થોડા કાજૂ ખાધાં હતા. ભારતમાં ઉપયોગમાં લેવાતા સૂકામેવામાં – બદામ, કાજૂ, પિસ્તા, અખરોટ, મગફળી, નારિયલ, ચિલગોઝા વગેરે..હોય છે. એક સામાન્ય આવક મેળવતી વ્યક્તિ માટે આ બધા સૂકામેવા બહુ મોંઘા હોય છે જેમકે છિલેલાં પિસ્તા 1000 રૂ. કિલો, બદામ 400 થી 500 રૂ. કીલો, આખા અખરોટ 600 થી 700રૂ. કીલો તથા એકદમ સસ્તી મગફળી ના દાણા પણ 75 રૂ. કિલો હોય છે. નાસ્તાના રૂપમાં ઉપયોગ થવા ઉપરાંત સૂકોમેવો અમુક ભારતીય વ્યંજનોનું જરૂરી અંગ છે – જેમકે નારિયલ કેરેલા, તમિલનાડુ તથા આન્ધ્રપ્દેશમાં ઉપયોગમાં લેવાય છે. લગ્નસમારંભ તથા અન્ય ઘાર્મિક ઉત્સવોમાં પણ મહેમાનોને વહેંચવામાં આવતું એક શુભ પદાર્થ છે. દક્ષિણ ભારતના રાજ્યોમાં ઘણાં વ્યંજનોમાં કાજૂ તથા મગફળીનો પણ ઉપયોગ થાય છે. બદામ, અખરોટ તથા પિસ્તા ઉતર ભારતના વ્યંજનોમાં વધુ પ્રચલિત છે જોકે તેનો ઉપયોગ ખાસ અવસર પર પિરસાતા ખાસ વ્યંજનોમાં થાય છે. કાજુ, બદામ, પિસ્તા જેવા સૂકામેવા ખૂબ મોંઘા હોય છે અને તે આપણે ખૂબ ઓછા પ્રમાણમાં ખાઈએ છીએ. મગફળી, નારિયલ જેવાં ખાદ્યપદાર્થો તેલીબિયાં તરીકે ઓળખાય છે. તેલીબિયાંમાં ચરબી ખૂબ હોય છે અને તેમનો ઉપયોગ તેલ કાઢવામાં થાય છે.
સૂકામેવાની પસંદગી`
મેવા એ ખૂબ મોંઘા ખાદ્યપદાર્થો છે. મોટા જથ્થામાં સૂકામેવા ખરીદવાનું આપણને ન પોષાય. આ જૂથમાંના સસ્તા ખાદ્યપદાર્થોમાંનો એક છે ઃ મગફળી. જે બદામ જેવા મોંઘા મેવામાંના પોષકઘટકોની સરખામણી સામે ટકી શકે છે. સૂકામેવા ખરીદતી વખતે તે બગડેલા નથી તે જોઈ લેવું ખાસ જરૂરી છે. સુંગધ કે સ્વાદમાં કઈ પણ ફેરફારથી ખબર પડશે કે તે વાસી છે. મેવાનો દેખાવ પણ એટલો જ મહત્વનો છે. સૂકામેવામાં જીવાત પડી હોય તો તે હલકી જાતનું છે તેવું જણાઈ આવશે, તેથી તેવાં સૂકામેવા ન ખરીદવા જોઈએ. સૂકામેવાને ખરીદતી વખતે તે ખરાબ ન હોય તે જોવું જરૂરી છે. સૂકામેવામાં આવતી ગંધ કે તેના સ્વાદમાં આવતો કોઈપણ જાતનો ફેરફાર એ દર્શાવે છે કે તે વાસી છે. ચીમડાઇ ગયેલા અને ટૂટેલા સૂકામેવા પણ ન ખરીદવા જોઈએ.

સૂકામેવા સૂકા હોવાને કારણે વધુ સમય સુધી રાખી શકાય છે પરંતુ તેમાં ચરબીનું પ્રમાણ વધુ હોવાને કારણે અમુક નુકસાનીઓ પણ છે. ગરમીની ઋતુમાં ખાસ તેમાંથી ગંધ આવવા માંડે છે. કાજૂ સિવાય ઘણાંખરાં સૂકામેવા બજારમાં છિલકા સાથે કે છિલકા ઉતારેલાં મળે છે. છિલકા ઉતારેલાં સૂકામેવાની વાસી કે જૂના થવાની સંભાવના વધુ હોય છે. છિલકા વાળા સૂકામેવાની સરખામણીમાં તે જલદી ખરાબ વાસ વાળા થઈ જાય છે. છિલકા ઉતારેલા સૂકામેવાના સંગ્રહ માટે બહુ ઓછી જગ્યા જોઈએ છે. જો તેને લાંબા સમય સુધી સંગ્રહ કરીને રાખવા હોય તો સારી રીતે સીલ્ડ કરેલા પેકિંગમાં રાખવા જોઇએ અથવા ફ્રિજની અંદર સંગ્રહ કરીને પણ રાખી શકાય. પરંતુ જો આપણી પાસે આવી સુવિધાઓ ન હોય તો તેને આપણે ત્યારે જ ખરીદવા જોઈએ જ્યારે તેની જરૂરિયાત હોય તેમજ ખરીદતી વખતે પણ તે ખરાબ વાસ વાળા કે ખોરા થઈ ગયેલા ન હોય તે જોવું જોઈએ.
સૂકામેવાની ખરીદી વખતે ધ્યાનમાં રાખવા જેવી અમુક બાબતો નીચે પ્રમાણે છે.
- સૂકામેવાનો કલર પ્રાકૃતિક અને ચમકદાર હોવો જોઈએ.
- સૂકામેવામાં જીવજંતુ, ધૂળ, માટી, પત્થર કે બીજા પદાર્થ ન હોવા જોઈએ.
- તેમાં કુદરતી સ્વાદ હોવો જોઈએ.
- કોઈપણ પ્રકારનો બેસ્વાદ કે તેમાં રહેલી સુગંધમાં ફેરફાર તેનું વાસી હોવાની નિશાની છે.
- ચીમળયેલા સૂકામેવા ન ખરીદવા જોઈએ.