શરીરમાં લગભગ 100 ગ્રામ ક્લોરાઈડ હોય છે. જેમાં વધુ પડતો ભાગ કોષોની બહારના પ્રવાહીમાં ખાસ કરીને બ્લડ પ્લાઝમા માં મળી આવે છે. બાકીનો ભાગ કોષોની અંદરના પ્રવાહીમાં હોય છે. ક્લોરાઈડ કોષોની બહારના પ્રવાહીમાં સોડિયમ ક્લોરાઈડના રૂપમાં તથા અંદરના પ્રવાહીમાં પોટેશિયમ ક્લોરાઈડના રૂપમાં મળી આવે છે.
પ્રાપ્તિસ્થાન

વનસ્પતિજન્ય ખાદ્ય પદાર્થમાં ક્લોરાઈડ પુષ્કળ માત્રામાં મળી આવે છે. પરંતુ આપણા ખોરાકમાં ક્લોરાઈડનો મુખ્ય સ્ત્રોત મીઠુ અથવા સોડિયમ ક્લોરાઈડ છે.
કાર્ય

સોડિયમ, પોટેશિયમ તથા ક્લોરાઈડના કાર્ય એક-બીજાથી ગાઢ રીતે સંકળાયેલા હોય છે.ક્લોરાઈડ સોડિયમ તથા પોટેશિયમ ની સાથે મળીને કોષોની અંદર તથા બહારના પ્રવાહીનું નિયંત્રણ કરે છે તેમજ શરીરના આ પ્રવાહીમાં ક્ષારતા( acidity ) અને અમ્લતા( alkalinity ) ને નિયંત્રિત કરે છે.
શોષણ અને નિકાસ
ક્લોરાઈડ આંતરડાના ઊપરના ભાગમાં શોષિત થઈ જાય છે. ત્યારબાદ શરીરના જુદા-જુદા ભાગોમાં જુદા-જુદા કાર્યો માટે ઊપયોગમાં લેવાય છે. જરૂરિયાતથી વધારાનુ ક્લોરાઈડ મળ-મૂત્ર દ્વારા નિકળી જાય છે. તેનુ અમુક પ્રમાણ પરસેવા દ્વારા પણ નિકળી જાય છે.
શરીર પર અસર


શરીરમાં કલોરાઈડનું ઓછુ લેવલ હાઈપોક્લોરેમિઆ( hypochloremia ) નુ કારણ બની શકે છે. લાંબા સમયથી ઊલટી, ઝાડા હોવા તથા ખૂબ પરસેવો આવવો કે તાવ આવવાથી શરીરમાં પ્રવાહીમાં ઘટાડો થવાથી ક્લોરાઈડનું લેવલ શરીરમાં ઘટી જાય છે. હાઈપોક્લોરેમિઆ ના સામાન્ય લક્ષમોમાં અતિશય થાક લાગવો, સ્નાયુઓની નબળાઈ, શ્વાસ લેવામાં તકલીફ પડવી, લાંબા સમય સુધી ઝાડા ઊલટી રહેવા, અતિશય તરસ લાગવી, હાઈબ્લડપ્રેશર હોવું વગેરે… જેવા લક્ષણો હોય શકે છે.