ખનીજક્ષાર( MINERALS )

આપણે આગળ જોઈ ગયા તેમ ( https://ketnapabari.home.blog/2020/02/02/પોષક-તત્ત્વોના-કાર્યો-પ્/ ) સૂક્ષ્મમાત્રાના પોષકઘટકોને બે વર્ગમાં વહેંચી શકાય વિટામીન અને ખનીજક્ષાર. જેમાં વિટામિન વિશે આપણે જોઈ ગયા. હવે ખનીજક્ષારો વિશે જોઈએ. કાર્બોદિત પદાર્થ, ચરબી, પ્રોટીન, વિટામિન જેવા મહત્વપૂર્ણ પોષક ઘટકો આપણા શરીરમાં જુદા-જુદા કાર્ય કરે છે. જેમકે શરીરને શક્તિ આપવી, વૃદ્ધિ અને વિકાસમાં સહાયતા કરવી, બિમારિયોથી બચાવવું તથા શરીરની અલગ-અલગ ક્રિયાઓ ને સરળતાથી ચલાવવી. આ બધાં જ તત્વોની સાથે-સાથે અમુક અકાર્બનિક તત્વ પણ આપણા શરીર માટે આવશ્યક છે, જેમને ખનીજક્ષાર કહે છે. ખનીજક્ષાર એવુ તત્વ છે કે જે વનસ્પતિ અથવા પ્રાણી પેશીઓ( tissue ) ને સંપૂર્ણ પણે બળી ગયા પછી રાખના રૂપમાં બચે છે.

વિટામિનની જેમ ખનીજક્ષારની જરૂરિયાત પણ શરીરમાં ઓછા પ્રમામમાં હોય છે. ખનીજક્ષાર બિમારિયોથી બચવાનુ તથા જુદી-જુદી ક્રિયાઓને સરળતાથી ચલાવવાનુ કાર્ય કરે છે. આપણા શરીરમાં લગભગ 19 ખનિજક્ષારો અલગ-અલગ પ્રમાણમાં મળી આવે છે. શરીરમાં આ ખનીજક્ષારોનું પ્રમાણ ઓછું હોય છે અને તે શરીરના કુલ વજનના માત્ર 4 થી 6 ટકા જેટલુ જ હોય છે.શરીરમા મળી આવતા આવા ક્ષનીજક્ષારોમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન, આયોડીન, સોડિયમ, પોટેશિયમ, જિંક તથા ક્લોરાઈડ. આપણે આ બધા ખનીજક્ષારોની પ્રાપ્તિ ખોરાક દ્વારા થાય છે.

આ બધા જ ખનિજક્ષારોમાં શરીરને અમુક ખનિજક્ષારોની જરૂરિયાત વધુ પ્રમાણમાં હોય છે તથા અમુક ખનિજક્ષારોની જરૂરિયાત ઓછા પ્રમાણમાં હોય છે. પરંતુ શરીરમાં ખનિજક્ષારોની કુલ જરૂરિયાત બહુ જ ઓછી હોય છે. શરીરમાં ખનિજક્ષારોની જરૂરિયાત મુજબ તેને બે વિભાગમાં વહેંચી શકાય.

  • [ A ] વધુ માત્રામાં જરૂરિયાતવાળા ખનિજક્ષારો
  • [ B ] ઓછી માત્રામાં જરૂરિયાતવાળા ખનિજક્ષારો

જે ખનિજક્ષારોની જરૂરિયાત શરીરમાં વધુ પ્રમાણમાં હોય તે વધુ માત્રામાં જરૂરિયાતવાળા ખનિજક્ષારો છે જેમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, સોડિયમ, પોટેશિયમ, ક્લોરાઈડ તથા મેગ્નેશિયમનો સમાવેશ થાય છે. જેની જરૂરિયાત શરીરમાં વધુ પ્રમાણમાં હોય છે. આ બધા ખનિજક્ષારો મળીને શરીરના ખનીજક્ષારના કુલ પ્રમાણના 3/4 ભાગ બનાવે છે.

ઓછી માત્રામાં જરૂરિયાતવાળા ખનિજક્ષારોમાં આયર્ન(લોહતત્વ), આયોડીન, જીંક અને તાંબાનો સમાવેશ થાય છે. આ ખનિજક્ષારોની જરૂરિયાત શરીરમાં બહુ ઓછા પ્રમાણમાં રહે છે પરંતુ તેઓ શરીરમાં ઘણા બધાં મહત્વપૂર્ણ કાર્ય કરે છે.

આપણે એક પછી એક મહત્વના ખનીજક્ષારો વિશે વિગતવાર જોઈશું.

TO BE CONTINUED….

Share This

0 thoughts on “ખનીજક્ષાર( MINERALS )”

  1. Pingback: ખનીજક્ષાર( MINERALS ) – આપણે અને આપણો આહાર

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

guGujarati
Scroll to Top