આપણે આગળ જોઈ ગયા તેમ આપણે ખાધેલા ખોરાકનું અંતગ્રહણ, પાચન, શોષણ, સંગ્રહ, વહન, ચયાપચય જેવી ક્રિયાઓના સંકલન દ્વારા શરીરમાં ઉપયોગ થાય છે જેને પોષણ કહે છે. પોષણ દ્વારા આપણે આપણા શરીરના કાર્યોને સામાન્ય રૂપથી ચલાવવા માટે અને આપણા શરીરના અંગોના વિકાસ અને પુન:નિર્માણ માટે જરૂરી પોષક તત્ત્વો મળી રહે છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાંથી આપણને પાણી, કાર્બોદિતપદાર્થો, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનીજક્ષાર જેવા પોષકતત્વો મળે છે. સારી તંદુરસ્તી માટે આપણા શરીરને આ પોષકતત્વોની સારી માત્રામાં જરૂર પડે છે.ઊમર, જાતિ, પ્રવૃત્તિ, આબોહવા વગેરેના આધારે અલગ-અલગ લોકોની પોષકતત્વોની જરૂરિયાત અલગ-અલગ હોય છે. બધા પોષકતત્વોને બે વિભાગમાં ગોઠવવામાં આવે છે.

1.બૃહદમાત્રાપોષકતત્વો
2.સૂક્ષ્મમાત્રાપોષકતત્વો
બૃહદ એટલે મોટુ. બૃહદમાત્રા પોષકતત્વો કોઈ પણ આહારમાં વધુ પ્રમાણમાં હોય છે અને તેની જરૂરિયાત શરીરમાં વધુ હોય છે.કાર્બોદિત પદાર્થો, પ્રોટીન, ચરબી, પાણી એ બૃહદમાત્રા પોષકતત્વો છે.સૂક્ષ્મ એટલે નાનું. સૂક્ષ્મમાત્રા પોષકતત્વો કોઈ પણ આહારમાં ઓછા હોય છે અને તેની જરૂરિયાત પણ શરીરમાં ઓછી હોય છે. વિટામિન અને ખનિજક્ષાર(મિનરલ્સ) સૂક્ષ્મમાત્રા પોષકતત્વો છે . જેમકે ૧૦૦ ગ્રામ ચોખામાં ૭૮.૨ ગ્રામ કાર્બોદિત પદાર્થ, ૬.૮ ગ્રામ પ્રોટીન, ૦.૫ ગ્રામ ચરબી હોય છે, જ્યારે તેમાં માત્ર ૦.૦૬ મિલિગ્રામ બી-સમૂહનું વિટામિન અને ૧૦ મિલિગ્રામ કેલ્શિયમ હોય છે. તેવીજ રીતે ૧૦૦ ગ્રામ પાલકની ભાજીમાં ૯૨ ગ્રામ પાણી હોય છે જ્યારે વિટામિન સી ની માત્ર ૨૮ મિલિગ્રામ હોય છે.આપણા શરીરની બૃહદમાત્રા પોષકતત્વોની જરૂરિયાત સૂક્ષ્મમાત્રા પોષકતત્વોની જરૂરિયાત કરતાં વધુ હોય છે.
ચાલો હવે આપણે એક પછી એક પોષકતત્વો વિષે જોઈએ કે તે શેમાંથી મળે છે? તેનું આપણા શરીરમાં શું કાર્ય છે? તેમજ તેની વધારે કે ઓછી માત્રા થી આપણા શરીર પર તેની કેવી અસરો થાય છે?
TO BE CONTINUED
બહુવચન: 0 એ “પોષક તત્ત્વોના કાર્યો, પ્રાપ્તિ સ્થાન અને શરીર પર તેની અસરો” પર વિચારો કર્યા
પિંગબેક: વિટામિન( VITAMIN ) – આપણે અને આપણો આહાર
પિંગબેક: ખનીજક્ષાર( MINERALS ) – આપણે અને આપણો આહાર