B-GROUPના વિટામિનો જલદ્રાવ્ય(watersoloble) વિટામિન છે. જલદ્રાવ્ય અને ચરબી દ્રાવ્ય વિટામિન વિશે આપણે આગળ જોઈ ગયા(https://ketnapabari.home.blog/2020/03/08/વિટામિન-vitamin/). B-GROUPના વિટામિનો અનેક વિટામિનોના સમુહ છે. જેના બધાંના કાર્યો લગભગ એક સમાન હોય છે. B-GROUPના વિટામિનો કેટલીક જાતના ખાદ્ય પદાર્થમાં હોય છે. આ વિટામિનો પાણીમાં દ્રાવ્ય હોવાથી ખાદ્ય પદાર્થ જેમાં પલાળ્યો હોય કે રાંધ્યો હોય તે પાણી ફેકી દેતાં આ વિટામિન જલદીથી ગુમાવી દેવાય છે. આ વિટામિનો શરીરમાં સંગ્રહિત થઈ શકતા નથી. તેથી જો કોઈ વ્યક્તિ થોડા મહિના નબળો આહાર ખાય એટલેકે વિટામિન બી યુક્ત ખોરાક ઓછો ખાય અથવા ન ખાય તો બી જૂથના વિટામિનની ઊણપ તુરંત જણાશે. આથી આપણા રોજીંદા આહારમાં VIT-B યુક્ત આહાર હોવો જોઈએ. તે મહત્વનું છે કે સારી રીતે સંતુલિત, પૌષ્ટિક આહારના ભાગરૂપે B-GROUPના વિટામિનો પૂરતા પ્રમાણમાં નિયમિત પણે લેવા જોઈએ. B-GROUP માં કુલ આઠ વિટામિનો હોય છે.
- VIT-B1 OR THIAMINE( થાઈમિન )
- VIT-B2 OR RIBOFLAVIN( રિબોફ્લેવિન )
- VIT-B3. OR NIACIN( નાયસિન )
- VIT-B5 OR PANTOTHENIC ACID( પેન્ટોથેનિક ઍસિડ )
- VIT-B6 OR PYRIDOXINE( પાયરિડોક્સિન )
- VIT-B7 OR BIOTIN( બાયોટિન )
- VIT-B9 OR FOLIC ACID( ફાૅલિક ઍસિડ )
- VIT_B12 OR COBALAMIN( કોબાલેમિન )
આ બધા જ વિટામિનો આપણને આપણા ભોજનમાં એક સાથે મળી રહે છે અને તે લાલ રક્તકણોની રચના કરવામાં પણ મદદરૂપ છે. આ વિટામિન સહઊત્સેચકનુ( coenzymes ) કામ કરે છે. ઊત્સેચકો( enzymes ) અને સહઊત્સેચકો( coenzymes ) શું છે તે આપણે જોઈએ.
ઊત્સેચકો ઃ- ઊત્સેચકો એટલે કે પાચકરસો કે જે જૈવિક ઊદ્દીપક છે. જીવંત કોષો દ્વારા ઊત્પન્ન થતો પદાર્થ કે જે પ્રોટીન હોય છે. ઊત્સેચકો પોતે મૂળભૂત ફેરફાર પામ્યા વગર રાસાયણિક પ્રક્રિયાઓ પર નિયંત્રણ રાખે છે અને શરીરના અન્ય પદાર્થોમાં પરિવર્તન લાવે છે. ઊત્સેચકો રાસાયણિક પ્રતિક્રિયાઓને ઝડપથી આગળ વધવામાં મદદ કરે છે.
સહઊત્સેચક ઃ- સહઊત્સેચકો ને ઊત્સેચકોના સહાયક કહેવાય છે કે જે એવા રાસાયણિક પદાર્થો છે જે ઊત્સેચકોના અસરકારક કાર્યમાં સહાયતા કરે છે. સહઊત્સેચકોની ગેરહાજરીમાં ઊત્સેચકો પોતાનું કાર્ય કરી શકતા નથી. વિશેષ ઊત્સેચકો માટે વિશેષ સહઊત્સેચકોની જરૂર પડે છે. મોટાભાગના B-GROUP ના વિટામિન સહઊત્સેચકોનું કાર્ય કરે છે. તથા આ રીતે કાર્બોદિતપદાર્થો, ચરબી અને પ્રોટીનના ચયાપચયમાં તેઓ સહાયતા કરે છે.
B-GROUP માં ખૂબ અગત્યના વિટામિનો વિષે આપણે વિગતવાર જોઈશું
TO BE CONTINUED