વિટામિન-ઈ અને કે(VIT-E and VIT-K)

VIT-E અને VIT-K બંન્ને પણ ચરબીદ્રાવ્ય વિટામિન છે. VIT-Eની આપણા શરીરને ખૂબ થોડા પ્રમાણમાં જરૂર પડે છે તેમજ આપણે સામાન્યતઃ ખાઈએ છીએ તેવા ઘણા ખાદ્ય પદાર્થોમાં VIT-E હોય છે. તેથી આ જરૂરિયાત સહેલાઈથી પૂરી પાડી શકાય છે. VIT-K શરીરમાં લોહી જમાવવા માટે ખૂબ અગત્યનુ છે.

પ્રાપ્તિસ્થાન

સામાન્યતઃ ખાઈએ છીએ તેવા ઘણા પદાર્થમાં VIT-E હોય છે. જેમકે આખાઅનાજ, સૂકોમેવો, દાળો, ઘેરાલીલા પાંદળાવાળા શાકભાજી, તેલિબિયાં જેવાકે સોયાબીન અને એનું તેલ, મગફળી અને એનું તેલ, નારિયેળ અને એનું તેલ, કપાસિયાનું તેલ, સૂર્યમુખીનું તેલ વગેરે ઊપરાંત અમુક પશુજન્ય ખોરાક જેવાકે ઈંડાની જરદી, માખણ, યકૃત વગેરેમાં અમુક માત્રામાં VIT-E હોય છે. પશુજન્ય પદાર્થોમાં VIT-E ઓછું હોય છે.

VIT-K લીલાપાંદળાવાળા શાકભાજી જેમકે પાલકનીભાજી, મેથીની ભાજી, રેડિશની ભાજી, પત્તાકોબી, વગેરેમાંથી મળે છે. નાના આંતરડામાં રહેલા અમુક સહાયક બેક્ટેરિયા( સૂક્ષ્મજીવો ) પણ VIT-K ના નિર્માણમાં સહાયક હોય છે. આપણા આંતરડામાં ઊપસ્થિત આ સૂક્ષ્મજીવોથી( બેક્ટેરિયાથી ) આપણા શરીરમાં VIT-K નુ થોડા પ્રમાણમાં સંશ્લેષણ થઈ શકે છે. આપણી શારીરિક જરૂરિયાત નો લગભગ અડધો ભાગ આપણને નાના આંતરડામાં રહેલા બેક્ટેરિયા દ્વારા પ્રાપ્ત થાય છે તથા બાકીનો ભાગ વનસ્પતિજન્ય અને પ્રાણીજન્ય ખોરાકમાંથી મળે છે.

શોષણ અને સંગ્રહ

બીજા ચરબી દ્રાવ્ય વિટામિનની જેમ VIT-E અને VIT-K ના શોષણ માટે પણ ચરબી તથા પિતરસની જરૂરિયાત હોય છે. નાના આંતરડાના ઊપરના ભાગમાં શોષણ થયા પછી VIT-E કાઈલોમાઈક્રોનનો( chylomicron ) નો હિસ્સો બની યકૃતમાં જાય છે. ત્યાંથી શરીરની જુદી-જુદી પેશીઓમાં( tissues ) વહેંચાઈ જાય છે. એમતો શરીરના બધા tissue માં VIT-E ની અમુક માત્રા હોય છે પરંતુ મુખ્યત્વે માઁસપેશિયો( muscles ) અને મેદસભર પેશિયોં(adipose tissues) માં સંગ્રહિત થાય છે.

VIT-K પણ નાના આંતરડાના ઊપરના ભાગમાં શોષણ થયા બાદ શરીરની જુદી-જુદી પેશીઓમાં( tissues ) જાય છે. VIT-K બહુ થોડી માત્રામાં શરીરમાં સંગ્રહિત થાય છે તથા કોઈ વિશેષ અંગમાં તેની માત્રા બહુ વધારે હોતી નથી.

કાર્ય

VIT-E નું મુખ્ય કાર્ય શરીરમાં રહેલા બીજા પદાર્થો જેમકે અસંતૃપ્ત ચરબીયુક્ત ઍસિડ(unsaturated fatty acid), VIT A, VIT C ને સુરક્ષા આપવાનુ છે. તે શરીર તથા ભોજન બંન્નેમાંથી આવા પદાર્થોને નષ્ટ થવાથી રોકે છે. VIT-E શરીરના પ્રજનનતંત્રની યોગ્ય તંદુરસ્ત કાર્યરીતિમાં પણ મહત્વનું છે.

VIT-K લોહીને જામવામાં મદદ કરે છે અને તે રીતે જ્યારે પણ શરીર પર ઘા થાય ત્યારે શરીરમાંથી લોહીને વહી જતું અટકાવે છે. શરીરના ગમે તે અંગ પર ઘા વાગે ત્યારે લોહી વહેવા માંડે છે. પરંતુ થોડી વાર પછી લોહી સ્વયં બંધ થઈ જાય છે અને ઘા વાગ્યો હોય ત્યાં લોહી જામી જાય છે, જે ઘાવને બંધ કરી દે છે. VIT-K લોહીના ગઠ્ઠાને જમાવવામાં મહત્વપૂર્ણ કાર્ય કરે છે. તેથી જ તેને ‘ રક્તવિરોધી વિટામિન( anti bleeding vitamin)’ કહે છે. VIT-K ‘પ્રોથ્રોમ્બિન(prothrombin)’ નામના પ્રોટીનને બનાવવામાં મદદ કરે છે. આ પ્રોથ્રોમ્બિન પ્રોટીન લોહી જમાવવા માટે જરૂરી છે.

શરીર પર અસર

VIT-E ની ઊણપ ભાગ્યે જ જોવા મળે છે. VIT-E ની ઊણપને કારણે જનનેન્દ્રિયોને(reproductive system) લગતી સમસ્યા ઊભી થાય છે. શરીરમાં જો VIT-E ની માત્રા વધી જાય તો રક્તસ્ત્રાવનું જોખમ વધી જાય છે એટલેકે શરીર પર ઘા વાગ્યા પછી લોહી ગંઠાવાની ક્ષમતા ઘટી જાય છે

VIT-K ની ઊણપને લીધે ઘા વાગ્યો હોય ત્યારે પુષ્કળ લોહી વહી જાય છે અને એ રીતે શરીર ઘણું લોહી ગુમાવે છે. બાળકના જન્મ સમયે વહી જતાં લોહીના નિયંત્રણ માટે ગર્ભવતી સ્ત્રીને તથા નવજીત શિશુઓને બ્રેઈન હેમરેજ થતું અડકાવવા ઘણીવાર VIT-K નો ડોઝ આપવામાં આવે છે.

Share This

ટિપ્પણી આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

guGujarati
ટોચ પર સ્ક્રોલ કરો