વિટામિન-એ(VIT-A)

VIT-A એ ચરબીદ્રાવ્ય વિટામિન ( fat-soluble ) છે. આપણે આપણા આહારમાં બે સ્વરૂપે આ વિટામિન મેળવી શકીએ છીએ. ( 1 ) રેટિનોલ અને ( 2 ) કેરોટિન

  1. રેટિનોલ વિટામિનનું શરીર દ્વારા ઊપયોગમાં લેવાતુ સ્વરૂપ છે. જે સામાન્યતઃ વિટામિન-એ તરીકે ઓળખાય છે. જે મોટા ભાગે પ્રાણીજન્ય આહારમાંથી મળે છે.
  2. વનસ્પતિજન્ય ખોરાકમાં રેટિનોલ નથી હોતું પરંતુ તેમાં લાલ અને પીળા રંગદ્રવ્ય ( pigment ) મળી આવે છે. આ રંગદ્રવ્યને કેરોટિનોઇડ ( carotenoid ) કહે છે. શરીરમાંનુ કેરોટિનોઇડ રેટિનોલમાં ફેરવાય છે. તેથી કેરોટિનોઇડને રેટિનોલનું પૂર્વગામી એટલેકે પહેલાનું સ્વરૂપ કહે છે. આમ શરીરમાં કેરોટિનનું રેટિનોલમાં (VIT-A ) રૂપાંતર થાય છે અને પછી તેનો ઊપોગ થાય છે. બીટા કેરોટિન વનસ્પતિજ ખોરાકમાંથી સૌથી વધુ મળી આવતું કેરોટિનાઇડ છે.

પ્રાપ્તિસ્થાનો

પશુજન્ય ખોરાક જેવાકે દૂધ, દહીં, ઘી, માખણ, ઈંડા રેટિનોલ( VIT-A ) ના સારા પ્રાપ્તિસ્થાન છે. યકૃત અને માછલીના યકૃતનું તેલ VIT-A થી ભરપૂર ખાદ્યપદાર્થ છે. શાકભાજી અને ફળોનો લાલ અને પીળો રંગ કેરોટિનાઈડ દ્રવ્યને કારણે હોય છે. પાકેલા ફળ તથા લાલ-પીળા શાકભાજી જેવાકે, કેરી, પપૈયા, ગાજર, સીતાફળ, કોળું, ટમેટા વગેરેમાં બીટાકેરોટિન પુષ્કળ પ્રમાણમાં હોય છે.લીલા પાંદળાવાળા શાકભાજીમાં પણ કેરોટિનોઈડ દ્રવ્ય હોય છે. પરંતુ તેનો લાલ-પીળો રંગ તેના એક લીલા રંગના દ્રવ્યથી કે જેને ક્લોરોફિલ કહે છે, તેનાથી ઢંકાઈ જાય છે. તેથી તેનો રંગ લીલો હોય છે. લીલા પાંદળાવાળા શાકભાજી જેમકે પાલક, મેથી, સરસોં, રેડિશની ભાજી વગેરે બીટા કેરોટિનના બહુ સારા સ્ત્રોત છે. કુલ શોષાયેલ બીટાકેરોટિનનો અડધો ભાગ રેટિનોલમાં ફેરવાય છે. તેથી શાકાહારી લોકોએ પર્યાપ્ત પ્રમાણમાં લાલ-પીળા ફળો અને શાકભાજી, પાકેલા ફળો તેમજ લીલા પાંદળાવાળા શાકભાજી ખાવા જોઈએ.

શોષણ અને સંગ્રહ

શરીરમાં VIT-A રેટિનોલ યા કેરોટીનના રૂપમાં પ્રાપ્ત થાય છે. રેટિનોલ, આંતરડાના કોષોમાં શોષણ થયા બાદ કેટલાક ચરબીના કણો કે જેને ‘કાઈલોમાઈક્રૅાન’ ( chylomicron ) કહે છે, તેની સાથે જોડાય છે અને લોહીમાં પ્રવેશ કરે છે. જ્યારે કેરોટીનનું નાના આંતરડાના કોષોમાં જ રેટિનોલમાં રૂપાંતર થાય છે. રૂપાંતર થયેલુ રેટિનોલ કાઈલોમાઈક્રાૅનના રૂપમાં લોહી દ્વારા યકૃત સુધી લાવવામાં આવે છે. કુલ શોષણ થયેલ VIT-A નો લગભગ 90% ભાગ યકૃતમાં સંગ્રહ થાય છે, જ્યારે બાકીનો 10% શરીરના બીજા અંગો તથા ગ્રંથિઓ ( glands ) જેમકે , કિડની, ફેફસા, અધિવૃક્ક ( adrenal gland ) ગ્રંથિમાં ચાલ્યો જાય છે. ચરબીમા દ્રાવ્ય હોવાને કારણે પિતરસ તથા ચરબી VIT-A ના શોષણમાં બહુ મદદ કરે છે. ઉપરાંત પ્રોટીન VIT-A નો યકૃતથી બીજી પેશીઓ સુધી લઈ જવામાં મદદ કરે છે.

કાર્યો

  • આંખો માટે VIT-A બહુ મહત્વનું છે.
  • VIT-A આંખોને તંદુરસ્ત ભીનાશવાળી અને સાફ રાખે છે.
  • VIT-A આંખોને ચેપથી બચાવે છે.
  • ત્વચાના તંદુરસ્ત વિકાસ માટે VIT-A ખૂબ મહત્વનુ છે.
  • અન્નમાર્ગ અને મૂત્રજનનમાર્ગના શ્લેષ્મીય આવરણ માટે પણ VIT-A મહત્વનું છે.
  • શરીરના ધોરણસરના વિકાસ માટે પણ VIT-A જરૂરી છે.
  • હાડકા અને પેશીઓની વૃદ્ધિ માટે VIT-A ખૂબ આવશ્યક છે.
  • VIT-A શરીરને બિમારીયોથી બચાવે છે.

શરીર પર અસર

VIT-A ની ઊણપ માનવશરીર પર પ્રતિકૂળ અસર કરે છે. જો આહારમાં ચરબીનું શોષણ ઓછું થતુ હોય તો VIT-A ની ઊણપ વર્તાય છે. આછા પ્રકાશમાં કે થોડા અંધારા ઓરડામાં ન દેખાય તે VIT-A ની ઊણપ નુ પહેલું લક્ષણ છે. આ રોગને રંતાધણાપણું કહે છે. જો આ સ્થિતિનો ઉપચાર કરવામાં ન આવે તો ઘીમે ઘીમે પાંપણો સુકાવાની શરૂ થાય છે અને આંખો નિસ્તેજ થાય છે. તે સ્થિતિ પછી પણ ઉપચાર ન થાય તો આંખો પોચી પડે છે ને તેને ચેપ લાગે છે. અંતે કાયમી અંધત્વ આવે છે. VIT-A ની ઊણપની અસર ત્વચા પર પણ થાય છે, તેનાથી ત્વચા સૂકી ને કરચલીવાળી થાય છે. VIT-A ની ઊણપને કારણે એપિથીલિયમ પેશીઓ (epithelium tissues ) સૂકી થઇ જાય છે. ચામડી, પાચનતંત્ર તેમજ ફેફસાની અંદરની દિવાલો પર તિરાડો પડી જાય છે. તેનાથી આપણા શરીરમાં જીવાણુઓ સહેલીઇથી અંદર પ્રવેશી શકે છે તેથી ઘણી બધી બીમારીયો જેમકે અતિસાર ( ઝાડા/diarrhoea), શ્વાસ અને આંખો નો ચેપ થઈ શકે છે.

બાળકોમાં VIT-A ની ઊણપને કારણે ચેપી રોગો થઈ શકે છે અને જો આવી બીમારી ગંભીર રૂપ ધારણ કરી લે તો મૃત્યુ પણ થઈ શકે છે. VIT-A ની ઊણપ દૂર કરવા બાળકોને દર છ મહિને VIT-A નો સાંદ્ર ડોઝ આપવામાં આવે છે, કારણકે VIT-A નો શરીરમાં સંગ્રહ થઈ શકે છે. આપણા દેશમાં જાહેર આરોગ્ય કેન્દ્રો દ્વારા આવા ડોઝ અપાય છે. જો VIT-A નું દવા સ્વરૂપે જરૂર કરતાં ઘણું વધુ પ્રમાણ લેવાય તો તે શરીર માટે હાનિકારક છે. એના પરિણામે માથાનો દુખાવો અને ઊલટીઓ થાય છે. આવા કિસ્સામાં VIT-A લેવાનું બંધ કરવું જોઈએ.

બાળકોને અંધાપાથી તેમજ ચેપી રોગોથી બચાવવા VIT-A થી ભરેલો ખોરાક આપવો જોઈએ

Share This

ટિપ્પણી આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Table of Contents

About the Post
Subscribe for Updates
guGujarati
ટોચ પર સ્ક્રોલ કરો