વિટામિન-બી૯(VIT-B9 OR FOLIC ACID)

પ્રાપ્તિ સ્થાન

આપણા રોજના આહાર માંથી ફોલિક ઍસિડ ખૂબ પ્રમાણમાં મેળવી શકાય છે પ્રાણીજન્ય અને વનસ્પતિજન્ય બંન્ને આહારમાંથી ફોલિક ઍસિડ પ્રાપ્ત કરી શકાય છે. ખાસ અંગોનુ માંસ જેમકે યકૃત, કિડની તેમજ ઈંડા, ચિકન, દૂધ અને દૂધની બનેલી વાનગીઓ જેવા પ્રાણીજન્ય આહાર તેમજ આખા અનાજ, દાળો, લીલા પાંદળાવાળા શાકભાજી જેવા વનસ્પતિજન્ય ખોરાક ફોલિકઍસિડના સારા સ્ત્રોત છે.

શોષણ અને કાર્ય

મોટાભાગના ફોલિક ઍસિડનું શોષણ નાના આંતરડામાં થાય છે. અવશોષણ થયા બાદ ફોલિક ઍસિડ( VIT-B9 ) વિશેષ કાર્યો માટે લોહી દ્વારા જુદા-જુદા કોષોમાં લઈ જવાય છે. સામાન્ય રીતે અમુક માત્રામાં ફોલિક ઍસિડનો શરીરમાં સંગ્રહ થાય છે. યકૃત ફોલિક ઍસિડના સંગ્રહ કરવાનું મુખ્ય સ્થાન છે. સામાન્ય પરિસ્થિતિયોમાં જો આપણા ભોજનમાં ફોલિક ઍસિડની ખામીસર્જાય તો શરીરમાં ફોલિક ઍસિડનો સંગ્રહ ઘણા મહીના સુધી શરીરની જરૂરિયાતોની પૂર્તિ માટે પૂરતો હોય છે. લોહી( blood ) ને બે ભાગમાં વહેચવામાં આવે છે. પ્રવાહી( liquid ) અને રક્તકણો ( blood cells ). રક્તકણોને ચાર ભાગમાં વહેંચવામાં આવે છે. લાલ રક્તકણો ( red blood cells ), સફેદ રક્તકણો ( white blood cells ), પ્લેટલેટ્સ ( platelets ) અને જીવનરસકે જીવદ્રવ્યો ( plasma ). ફોલિક ઍસિડ( VIT-B9 ) લાલ રક્તકણો( red blood cells ) ના સારા વિકાસ માટે જરૂરી છે. આમ, ફોલિક ઍસિડ લોહીના નિર્માણમાં મહત્વપૂર્ણ કાર્ય કરે છે અને શરીરને નવા કોશો બનાવવા તેમજ જાળવવામાં મદદ કરે છે.

શરીર પર અસર

ફોલિક ઍસિડની ઊણપ હોય ત્યારે રક્તકણો બનતા નથી અને તેથી પાંડુરોગ થાય છે. મનુષ્ય ફિક્કો પડી જાય છે અને જલદીથી થાકી જાય છે. થોડુક અંતર ચાલવાથી પણ હાંફી જાય છે.

Share This

ટિપ્પણી આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

guGujarati
ટોચ પર સ્ક્રોલ કરો