સંતુલિત આહાર( BALANCE DIET )

આપણે અલગ-અલગ પોષકતત્વો વિશેની જાણકારી મેળવી. આ પોષકતત્વો ઘણા પ્રકારના તત્વો કે સંયોજનથી બનેલા હોય છે અને તે આપણા શરીરમાં મહત્વપૂર્ણ કાર્ય કરે છે. દરેક વ્યક્તિને આ બધા પોષકતત્વોની એક ચોક્કસ પ્રમાણમાં જરૂરિયાત હોય છે.

પરંતુ પ્રશ્ન એ છે કે એ કેવી રીતે નક્કી કરી શકાય કે વ્યક્તિ દ્વારા લેવામાં આવતા ભોજનમાં બધા પોષકતત્વો પૂરતા પ્રમાણમાં છે કે નહિ ? શું ખોરાક ના આયોજન નો કોઈ એવો રસ્તો છે કે જેનાથી શરીરને પૂરતા પ્રમાણમાં પોષકતત્વો મળી શકે ? સંતુલિત આહારના આયોજન માટે યોગ્ય ખાદ્યપદાર્થોનું યોગ્ય પ્રમાણમાં પસંદગી કરવી જરૂરી છે. પરંતુ એ નક્કી કરવું મુશ્કેલ છે કે ક્યા ખાદ્યપદાર્થોની પસંદગી કરવી અને ક્યા પદાર્થોની નહિ ? આના માટે આહારજૂથનો પ્રયોગ સૌથી સહેલો રસ્તો છે. હવે આ આહારજૂથ એટલે શું ? આહારજૂથ એટલે એવા ખાદ્યપદાર્થોની ખાસ યાદી કે જેના શરીરમાં એકસમાન કાર્ય હોય અને શરીરને એક જેવા પોષકતત્વો પ્રદાન કરે. ભોજનનું કાર્ય તેના દ્વારા પ્રદાન કરવાવાળા મુખ્ય પોષકતત્વો પર આધારિત હોય છે. સંતુલિત આહારના આયોજન માટે દરેક આહારજૂથમાંથી ખાદ્યપદાર્થોનો સમાવેશ કરવો જરૂરી છે. એક વખત આહારજૂથથી પરિચિત થયા પછી વ્યક્તિ પોતાના ભોજન માટે દરેક આહારજૂથમાંથી યોગ્ય ખાદ્યપદાર્થોની સહેલાઈથી પસંદગી કરી શકે છે. જો પ્રત્યેક આહારનું આયોજન આ રીતે કરવામાં આવે તો આખા દિવસના ભોજનમાં બધા પોષકતત્વોનો સમાવેશ કરી શકાય એ નક્કી છે. યોગ્ય ખાદ્યપદાર્થોની પસંદગી કર્યા પછી તેનુ યોગ્ય પ્રમાણ નિશ્ચિત કરવુ જરૂરી છે. ખાદ્યપદાર્થોનું પ્રમાણ આપણા શરીરમાં જરૂરી પોષકતત્વોની જરૂરિયાત કેટલી છે તેના પર આધારિત છે. ભારતીય તબીબી સંશોધન પરિષદે( IDIAN COUNCIL OF MEDICAL RESEARCH ) અમુક પોષકતત્વોની રોજની જરૂરિયાતની પૂર્તિ માટે દૈનિક પ્રમાણ નિર્ધારિત કર્યુ છે જેને પોષકતત્વોની ભલામણ કરેલ આહારની માત્રા( RECOMMENDED DIETARY INTAKES ) કહેવામાં આવે છે. આ જ સંતુલિત આહારના આયોજન નો પાયો છે.

સંતુલિત આહાર એવુ ભોજન છે કે જેમાં અલગ-અલગ પ્રકારના ખાદ્ય પદાર્થ એટલા પ્રમાણમાં હોય કે જેથી શરીરને શક્તિ( કૅલરી ), ખનિજક્ષાર, વિટામિન તથા અન્ય પોષકતત્વોની જરૂરિયાત યોગ્ય રીતે પૂરી થઈ શકે. તેમજ તેની સાથે પોષકતત્વોની અમુક વધારે પ્રમાણમાં શરીરમાં વ્યવસ્થા હોય જેથી અપૂરતા પ્રમાણમાં ભોજન મળવાની સ્થિતિમાં પોષકતત્વોની જરૂરિયાત પૂરી કરી શકીય.

આના પરથી સ્પષ્ટ થાય છે કે સંતુલિત આહાર માટે ત્રણ વાતો મુખ્ય છે.

( 1. ) સંતુલિત આહારમાં જુદાં-જુદાં ખાદ્ય પદાર્થોનો સમાવેશ થાય છે.

( 2. ) સંતુલિત આહાર શરીરમાં આપણા પોષકતત્વોની જરૂરિયાત પૂરી કરે છે.

( 3. ) સંતુલિત આહાર અપૂરતા પ્રમાણમાં ભોજન મળવાની સ્થિતિમાં પોષકતત્વો પૂરા પાડે છે.

આ ત્રણેય વાતને આપણે વિસ્તારથી સમજીએ

( 1.) સંતુલિત આહારમાં જુદાં-જુદાં ખાદ્યપદાર્થોનો સમાવેશ થાય છે :- સંતુલિત આહારમાં વિવિધ પ્રકારના ખાદ્યપદાર્થો હોય છે. પરંતુ આ ખાદ્યપદાર્થોની પસંદગી કેવી રીતે કરવી ? સંતુલિત આહારનું આયોજન કરતી વખતે આપણો હેતુ એ હોવો જોઈએ કે આહાર દ્વારા વ્યક્તિને બધા પોષકતત્વો મળી શકે. જેના માટે ખાદ્યપદાર્થોને એના પોષકતત્વો તથા કાર્યોના આધાર પર જુદાં-જુદાં આહારજૂથમાં વિભાજીત કરવામાં આવ્યુ છે. તેથી દરેક આહારજૂથમાંથી ખાદ્યપદાર્થોની પસંદગી કરીને એ ખાત્રી કરી શકાય કે સંતુલિત આહાર દ્વારા બધા જ પોષકતત્વોની પૂર્તિ કરી શકાય.

( 2. ) સંતુલિત આહાર શરીરમાં પોષકતત્વોની જરૂરિયાત પૂરી કરે છે :- સમતુલિત આહાર બધા પોષકતત્વોની જરૂરિયાતને પૂરી કરે છે કારણકે તેમાં સાચા પ્રમાણ અને ગુણોતરમાં ખાદ્યપદાર્થોની પસંદગી કરાય છે. કોઈ વ્યક્તિને પોતાના પોષકતત્વોની જરૂરિયાત પૂરી કરવા માટે કેટલુ ભોજન લેવુ જોઈએ, તે વ્યક્તિના પોષકતત્વોની સુચિત કરેલ દૈનિક માત્રા પર નિર્ભર કરે છે.

( 3. ) સંતુલિત આહાર અપૂરતા પ્રમાણમાં ભોજન મળવાની સ્થિતિમાં પોષકતત્વો પૂરા પાડે છે :- સંતુલિત આહારમાં પોષકતત્વોનું પ્રમાણ એટલુ હોય છે કે અમુક સમય માટે ભોજન ન મળવાની સ્થિતિમાં પણ શરીરમાં પોષકતત્વોનું પ્રમાણ પૂરતુ બની રહે છે. એનો મતલબ એ છે કે જ્યારે પોષકતત્વોની જરૂરિયાત સંપૂર્ણ રીતે પૂરી ન થતી હોય, તો આવી સ્થિતિનો સામનો કરવા માટે સંતુલિત આહાર સુરક્ષાત્મક માત્રામાં એટલેકે અમુક વધારાના પ્રમાણમાં પોષકતત્વો પણ પ્રદાન કરે છે. એક સાધારણ વ્યક્તિ સામાન્ય રીતે ઘણા પ્રકારના ખાદ્યપદાર્થો લે છે. એવુ સંભવ છે કે ક્યારેક કારણવશ વ્યક્તિ અમુક સમય માટે કોઈ ખાસ ખાદ્યપદાર્થ યોગ્ય પ્રમાણમાં ન લઈ શકે. તો આવી સ્થિતિમાં ગભરાવાની જરૂરત નથી કારણકે પોષકતત્વોની સુચિત કરેલ દૈનિક માત્રામાં પહેલેથી જ અમુક વધુ અર્થાત સુરક્ષાત્મક પ્રમાણ જોડેલુ હોય છે. આથી પોષકતત્વોની સુચિત કરેલ દૈનિક માત્રા પર આધારિત સંતુલિત આહાર આ વાતનુ સમાઘાન કરી દેશે.

Share This

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

guGujarati
Scroll to Top