સમતોલ આહારનું આયોજન( BALANCED DIET PLAN)

સંતુલિત આહાર એટલે એવુ ભોજન કે જેમાં અલગ-અલગ પ્રકારના ખાદ્ય પદાર્થ એટલા પ્રમાણમાં હોય કે જેથી શરીરને શક્તિ, ખનિજક્ષારો, વિટામિન, પ્રોટીન તથા અન્ય પોષકતત્વો યોગ્ય રીતે મળી શકે. તેમજ સાથે-સાથે પોષકતત્વોની અમુક વધારે પ્રમાણમાં શરીરમાં વ્યવસ્થા હોય, જેથી અપૂરતા પ્રમાણમાં ભોજન મળવાની સ્થિતિમાં પોષકતત્વોની જરૂરિયાત પૂરી કરી શકાય. ઊપરાંત, માંદગી( બીમારી ) જેવી આકસ્મિક કટોકટીને પહોંચી વળવા માટે પણ પોષકતત્વોનું પ્રમાણ થોડું વધારે હોવું જરૂરી છે. જો શરીરમાં પોષકતત્વોની ઊણપ હશે તો જુદા-જુદા રોગોના( બીમારી ) લક્ષણો દેખાશે. જુદા-જુદા પોષકતત્વો જુદા-જુદા ખાદ્યપદાર્થોમાં રહેલા હોવાથી આપણા આહારમાં જુદા-જુદા ખાદ્યપદાર્થો હોવા જરૂરી છે. આવુ કરવાથી જ આપણો આહાર સંતુલિત( સમતોલ) આહાર બનશે. અને આ સંતુલિત આહાર માટેનું આયોજન કરવું જરૂરી છે. સંતુલિત આહારના આયોજન( planning ) માટે આહારજૂથ એટલે કે ખાદ્યપદાર્થોનું વર્ગીકરણ( food groups ) એ સહેલો અને સૌથી સરળ રસ્તો છ. આપણે આગળ જોઈ ગયા તેમ આહારજૂથ એટલે એવા ખાદ્ય પદાર્થોની ખાસ યાદી કે જેના શરીરમાં એક જેવા કાર્ય હોય અને શરીરને એક જેવા પોષકતત્વો પ્રદાન કરે. મતલબ કે આહારજૂથમાં સામાન્ય લાક્ષણિકતાઓ( સમાન ગુણો ) વાળા ખાદ્ય પદાર્થોનો સમાવેશ થાય છે. ઊદાહરણ તરીકે ઈંડા અને દૂધ બંન્નેમાંથી પ્રોટીન મળે છે અને બન્નેનુ કાર્ય પણ સમાન હોય છે. આહારજૂથમાં સામાન્ય લાક્ષણિકતાઓ ધરાવતા ઘણા પ્રકારના ખાદ્યપદાર્થ હોય છે. ભોજનનું પ્રાપ્તિસ્થાન અને ભોજનના શરીરમાં દેહધાર્મિક કાર્યો આ મુખ્ય બે લાક્ષણિકતાઓ ના આધારે ખાદ્યપદાર્થોનું ઘણી રીતે વર્ગીકરણ થાય છે. જેમાં આપણે સૌ પ્રથમ ભોજનના પ્રાપ્તિસ્થાન પર આધારિત વર્ગીકરણ જોઈશું.

ભોજનના પ્રાપ્તિસ્થાન પર આધારિત વર્ગીકરણ ઃ- સમાન સ્ત્રોતોની( પ્રાપ્તિસ્થાનો ) દ્રષ્ટિએ ખાદ્યપદાર્થોનું વર્ગીકરણ આંતરસંબંધ પર આધારીત છે. જે સૌથી સરળ અને સ્પષ્ટ વર્ગીકરણ છે અને કોઈ પણ સામાન્ય વ્યક્તિ દ્વારા ઓળખાય જાય તેવું છે. જેમાં નીચેની કેટેગરીઝનો સમાવેશ થાય છે

  1. અનાજ(cereals)
  2. કઠોળ(pulses)
  3. સૂકોમેવો અને તેલિબિયાં(nuts and oilseeds)
  4. લીલા પાંદડાવાળા શાકભાજી(green leafy vegetables)
  5. કંદમૂળ(tubers)
  6. અન્ય શાકભાજી(other vegetables)
  7. ફળો(fruits)
  8. દૂધ અને દૂધની બનાવટો(milk and milk products)
  9. ખાંડ અને ગોળ(sugar and jogger)
  10. ચરબી અને તેલ(fat and oils)
  11. માંસવાળો ખોરાક(flesh foods)
  12. ઈંડા(eggs)
  13. મસાલા(spices)

આ ખોરાકજૂથો( આહારજૂથ/food-groups) દ્વારા પૂરા પાડવામાં આવતા પોષકતત્વો નીચે મુજબ છે.

નંબરખાદ્યપદાર્થપોષકતત્વોની પ્રાપ્તિ
1અનાજ જેમકે
ઘઊ, ચોખા, બાજરી,મકાઈ,
જુવાર,રાગી વગેરે..
મુખ્ય પોષકતત્વ ઃ- કાર્બોદિતપદાર્થ( carbohydrates )
અન્ય ઃ- અમુક માત્રામાં પ્રોટીન. ભારતીય આહારમાં
અનાજ નો વધુ પડતો ઊપયોગ થતો હોવાને લીધે આ
પ્રોટીનનો મુખ્ય સ્ત્રોતબની જાય છે. આમાંથી મળતુ
પ્રોટીન ઊચ્ચ ગુણવતાવાળુ નથી હોતુ પરંતુ દાળો
સાથે મેળવીને ઊપયોગ કરવાથી પ્રોટીનની
ગુણવતામાં સુધાર લાવી શકાય છે. બી-સમુહના
વિટામિન ખાસકરીને થાયમીન, નાયસીન,
બીટાકેરોટીન(માત્ર પીળી મકાઈમાં), લોહતત્વ
(ખાસ કરીને બાજરામાં), કેલ્શિયમ(ખાસ કરીને રાગીમાં)
2દાળો જેમકે
તુવેરદાળ, ચણાદાળ,
મગદાળ, મસૂરદાળ વગેરે….
મુખ્ય પોષકતત્વ ઃ– પ્રોટીન(ઊચ્ચ ગુણવતાવાળુ
નથી હોતુ)દાળો ને અનાજની સાથે ખાવાથી
પ્રોટીનની ગુણવતામાં સુધાર લાવી શકાય છે
અન્ય ઃ- કાર્બોદિતપદાર્થ, બી-મુહના વિટામિન
ખાસકરીને થાયમીન, નાયસીન, વિટામિન-સી
(માત્ર ફણગાવેલા કઠોળ તથા દાળોમા)
3સૂકામેવો તથા તેલિબિયાં
જેમકે
મગફળી, બદામ, કાજૂ, તલ,
સરસોં વગેરે..
મુખ્ય પોષકતત્વ ઃ- પ્રોટીન, ચરબી
અન્ય ઃ- બી-સમુહના વિટામિન, કેલ્શિયમ તથા
બીજા ખનિજક્ષારો
4લીલા પાંદળાવાળા શાકભાજી
જેમકે
પાલક, ચૌલાઈ, મેથી, સરસોંના પાંદડા વગેરે.
કેલ્શિયમ, લોહતત્વ, બીટાકેરોટીન, વિટામિન-સી,
બી-સમુહના વિટામિન( ખાસકરીને રીબોફ્લેવિન,
ફોલિક ઍસિડ ), રેસા
5.કંદમૂળ જેમકે
બટેટા, સક્કરિયા, સૂરણ,
અરબી વગેરે…
મુખ્ય પોષકતત્વ ઃ- કાર્બોદિતપદાર્થ
અન્ય ઃ- બીટાકેરોટીન, વિટામિન-સી
6બીજા શાકભાજી જેમકે
ભીંડી, રીંગણા, ફણસી
વગેરે…
અમુકમાત્રામાં વિટામિન, ખનિજક્ષારો તથા રેસા
પ્રદાન કરે છે
7ફળોવિટામિન-સી( જામફળ, આમળાં તથા ખાટાં ફળો ),
બીટા-કેરોટીન( પાકી કેરી, પપૈયા, જળદારુ ),
લોહતત્વ( સૂકોમેવો જેમકે ખજૂર તથા કિસમિસ )
8દૂધ અને દૂધની બનાવટો
જેમકે
દૂધ, દહી, પનીર, ચીઝ
વગેરે..
મુખ્ય પોષકતત્વ ઃ- પ્રોટીન
અન્ય ઃ- કાર્બોદિતપદાર્થ, ચરબી, કેલ્શિયમ, રીબોફ્લેવિન
9ખાંડ તથા ગોળકાર્બોદિતપદાર્થ(ખાંડમાં લગભગ 100% કાર્બોદિતપદાર્થ
હોય છ.)
10ઘી તથા તેલ જેમકે
ઘી, વનસ્પતિ ઘી, માખણ,
વનસ્પતિતેલ
(સરસોં,સોયાબીન,મગફળી)
વગેરે…
મુખ્ય પોષકતત્વ ઃ- ચરબી
અન્ય ઃ- રેટિનોલ (માખણ, વનસ્પતિ ઘી), વિટામિન-ડી(માખણ, વનસ્પતિ ઘી )
11માંસાહાર જેમકે
માંસ, માછલી, મરઘાં
વગેરે..
મુખ્ય પોષકતત્વ ઃ- પ્રોટીન(ઊચ્ચ ગુણવતાવાળુ)
અન્ય ઃ- બી-સમુહના વિટામિન, રેટિનોલ(યકૃત), કેલ્શિયમ
(હાડકા સહિત નાની આખી માછલી)
12ઈંડામહત્તમ પોષકતત્વો નો ઊત્તમ સ્ત્રોત છે. ખાસકરીને પ્રોટીન(ઊચ્ચગુણવત્તા વાળુ)
13મસાલાબીટા-કેરોટીન(ધાણાભાજી ના પાંદળા), વિટામિન-સી
(લીલા મરચાં), ભોજનમાં આ પોષકતત્વોનુ યોગદાન
બહુ જ ઓછુ હોય છે કારણકે એનુ બહુ જ ઓછી
માત્રામાં સેવન કરવામાં આવે છે.

TO BE CONTINUED

Share This

ટિપ્પણી આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

guGujarati
ટોચ પર સ્ક્રોલ કરો