એક પુખ્તવયની વ્યક્તિના શરીરમાં લગભગ 120 ગ્રામ સોડિયમ પ્રાપ્ત થાય છે. જેનો વધારે પડતો ભાગ કોષોની બહાર રહેલા પ્રવાહીમાં( liquid ) મળી આવે છે. આ પ્રવાહીને કોષોની બહારનું પ્રવાહી( extracellular fluid ) કહે છે. કોષોની બહાર રહેલુ પ્રવાહી એક એવું પ્રવાહી છે જે કોષોને બહારથી ઘેરી રાખે છે. જ્યારે કોષોની અંદરનું પ્રવાહી( intracellular fluid ) એવું પ્રવાહી છે જે કોષોની અંદર રહેલુ હોય છે. blood plasma કોષોની બહારના પ્રવાહીનું ઊદાહરણ છે.
પ્રાપ્તિસ્થાન

રોજીંદા જીવનમાં ખાવામાં ઊપયોગમાં લેવાતુ મીઠું હકીકતમાં સોડિયમ ક્લોરાઈડ છે. જે આપણા ભોજનમાં સોડિયમનો મુખ્ય સ્ત્રોત છે. એક ટી સ્પૂન મીઠામાં( 1 tea spoon = 5 gm ) લગભગ 2000 મિલીગ્રામ સોડિયમ હોય છે. તે ઊપરાંત અમુક પશુજન્ય અને વનસ્પતિજન્ય ખોરાકમાંથી પણ સોડિયમ મળી આવે છે. પશુજન્ય ખોરાકમાં દૂધ, ઈંડાનો સફેદભાગ, માંસ, મુર્ગી, માછલીમાંથી સોડિયમ મળી આવે છે. જ્યારે વનસ્પતિજન્ય ખોરાકમાં લીલાં પાંદળાવાળા શાકભાજી જેમકે પાલક, મેથી તથા દાળો સોડિયમના સારા સ્ત્રોત છે.
કાર્યો

- કોષોની બહાર અને અંદરના પ્રવાહી ના સંતુલનનુ નિયંત્રણ કરવું ઃ- સોડિયમ કોષોની બહાર રહેલા પ્રવાહીનુ મુખ્ય ખનીક્ષાર છે. જે આ પ્રવાહીનું સંતુલન બનાવી રાખે છે. પ્રવાહી સંતુલન( fluid balance ) મતલબ કોષોની અંદર તથા બહાર હાજર પ્રવાહીમાં સંતુલનની ક્રિયાને બનાવી રાખવી. સોડિયમ એક બીજુ ખનિજક્ષાર પોટેશિયમની સાથે મળીને આ સંતુલન બનાવી રાખે છે.
- શરીરના પ્રવાહીમાં ક્ષારતા( alkalinity ) તથા અમ્લપિત( acidity )ના સંતુલનમાં નિયંત્રણ કરવું ઃ- સોડિયમ શરીરના પ્રવાહીને ક્ષારીય બનાવે છે.શરીરના પ્રવાહીમાં હાજર રહેલુ એક વધુ ખનીજક્ષાર ક્લોરાઈડ, શરીરના પ્રવાહીને અમ્લીય બનાવે છે. પ્રવાહીમાં સોડિયમ, ક્લોરાઈડની સાથે મળીને શરીરના પ્રવાહીમાં ક્ષારતા તથા અમ્લપિતના સંતુલનને બનાવવામાં મદદ કરે છે.
- એક ચેતાકોષનો સંદેશ બીજા ચેતાકોષ સુધી મોકલવામાં મદદ કરે છે.
- સ્નાયુઓના( માંસપેશિયો ) સંકુચનમાં મદદ કરે છે.
- પ્રવાહીનુ કોષોમાં આવવા-જવા પર નિયંત્રણ રાખે છે.
શોષણ અને નિકાસ

ભોજન દ્વારા લીધેલુ સોડિયમ પાચનતંત્રમાં તુરંત જ શોષિત થઈ જાય છે. તથા ત્યારબાદ જુદા-જુદા શારીરિક કાર્યો માટે ઊપયોગમાં લેવાય છે. શરીરમાં સોડિયમનો નિકાસ મળ, મૂત્ર અને પરસેવા દ્વારા થાય છે. ગરમીમાં વધુ પરસેવો આવવાથી સોડિયમનો નિકાસ વધુ થાય છે. ઊપરાંત જો કોઈ એવી બિમારી થઈ હોય જેમાં શરીરમાંથી પાણીનો નિકાસ વધુ થાય( જેમકે ઝાડા થવા-diarrhoea/loose motion ) તો સોડિયમનો નિકાસ પણ વધુ થાય છે. શરીરમાંથી સોડિયમનો વધુ નિકાસ શરીર પર ખરાબ અસર કરે છે કારણકે એ શરીરના પ્રવાહી સંતુલનને પ્રભાવિત કરે છે. તેથી આવી સ્થિતિમાં યોગ્ય ઈલાજ જરૂરી છે. આવી સ્થિતિમાં પ્રવાહી પદાર્થો તથા મીઠા કે ક્ષારયુક્ત પદાર્થો લેવાનુ વધારી દેવુ જોઈએ. શરીરમાં કીડની મૂત્રની માત્રાને ઓછી કે વધારે કરીને સોડિયમની માત્રા ને નિયંત્રિત રાખે છે. જ્યારે આપણે સોડિયમનુ વધુ પ્રમાણ લઈએ છીએ ત્યારે સોડિયમ નો નિકાસ પણ વધી જાય છે તથા જ્યારે શરીરમાં સોડિયમની માત્રા ઓછી થઈ જાય છે ત્યારે સોડિયમની નિકાસ ઓછી થઈ જાય છે. આ રીતે શરીરમાં સોડિયમનુ પ્રમાણ નિયંત્રિત રહે છે.
શરીર પર અસર

શરીરમાં સોડિયમનુ ઓછુ લેવલ હાઈપોનેટ્રેમિઆ( hyponatramia )નુ કારણ બને છે. હાઈપોનેટ્રેમિઆ શરીરમાં પાણી અથવા સોડિયમ સંતુલનની બહાર હોય ત્યારે થાય છે. લો સોડિયમ ના લક્ષણો વ્યક્તિએ- વ્યક્તિએ જુદા હોય શકે છે. જો સોડિયમનુ પ્રમાણ ધીમે-ધીમે ઘટતુ જાય તો કોઈ લક્ષણનો અનુભવ થતો નથી અથવા સામાન્ય લક્ષણ જોવા મળે છે. જેમકે નબળાઈ લાગવી, થાક લાગવો અથવા ઊર્જા નો અભાવ, માથાનો દઃખાવો, ઊલટી કે ઊબકા આવવા, સ્નાયુ ખેંચાણ અથવા તાણ-આંચકી( spasms ), મુંઝવણ, ચીડિયાપણુ વગેરે…પરંતુ જો તે ખૂબ ઝડપથી ઓછુ થાય ત્યારે આંચકી આવવી, કોમામાં જવુ તેમજ ચેતના કે ભાન ગુમાવવા જેવા લક્ષમો દેખાય છે.