ઈંડાનું પોષણમુલ્ય( NUTRITIVE VALUE OF EGG )

ભારતમાં માંસની તુલનામાં ઈંડા વ્યાપક પ્રમાણમાં ખવાય છે. છેલ્લા 20-25 વર્ષમાં ઈંડા ખાવા વાળાની સંખ્યામાં ખૂબ બઢોતરી થઈ છે. કદાચ તેનું કારણ વધુ ઉત્પાદન, ઉત્પાદન કરવાની સારી રીતો તથા ઈંડાનું પોષણમુલ્યની ઓળખ છે. બજારમાં મળતા ઈંડા મોટા-મોટા વ્યાવસાયિક પોલ્ટ્રિ ફાર્મમાંથી આવે છે. તથા નાના શહેરોના સ્થાનિક બજારોમાં દેશી ઈંડા પણ મળે છે. જે લોકો દેશી ચિકનના સ્વાદને પસંદ કરે છે તે દેશી ઈંડાના સ્વાદને વધુ પસંદ કરે છે. પૌષ્ટિકતાની દ્રષ્ટિએ બધા ઈંડા એક જેવા જ હોય છે પછી તે બહારથી સફેદ હોય કે પીળા, નાના હોય કે મોટા.

ઈંડામાં પુષ્કળ પ્રમાણમાં પોષક ઘટકો હોવાથી તે સંપૂર્ણ ખોરાક છે. તે બધી વયજૂથનાં લોકોને અનુકૂળ આવે છે. ઈંડા પ્રમાણમાં મોંઘા હોવાથી સામાન્ય વર્ગના લોકો તે વધુ પ્રમાણમાં ખાઈ શકતા નથી. છતાં, આહારમાં થોડી સંખ્યામાં પણ ઈંડા ઉમેરવાથી તે આહારને અસાધારણ રીતે પૌષ્ટિક બનાવે છે. ઈંડામાંથી સારી ગુણવત્તાવાળું પ્રોટીન ખૂબ પ્રમાણમાં મળે છે. વૃદ્ધિ અને શરીરના ઘડતર માટે પ્રોટીન જરૂરી હોવાથી ઊછરતાં બાળકો માટે ઈંડા આદર્શ ખાદ્ય પદાર્થ છે. આખા ઈંડાના ખાવાલાયક ભાગમાં 75% પાણી, 12-14% પ્રોટીન, 10-12% ચરબી અને 1% ખનિજક્ષાર હોય છે. પ્રોટીન ઉપરાંત ઈંડામાં આયર્ન, વિટામિન-એ, થાયમિન, રિબોફ્લેવિન, કેલ્શિયમ અને વિટામિન-ડી પણ હોય છે જે તમામ આપણા શરીરમાં મહત્વનાં કાર્ય કરે છે. એક ઈંડામાં આશરે 5-6 ગ્રામ પ્રોટીન, 1 મિલીગ્રામ આયર્ન, 25 મિલીગ્રામ કૅલ્શિયમ અને 240 માઈક્રોગ્રામ કેરોટિન હોય છે.

Share This

ટિપ્પણી આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Table of Contents

About the Post
ભારતમાં માંસની તુલનામાં ઈંડા વ્યાપક પ્રમાણમાં ખવાય છે. છેલ્લા 20-25 વર્ષમાં ઈંડા ખાવા વાળાની સંખ્યામાં ખૂબ બઢોતરી થઈ છે.
Subscribe for Updates
guGujarati
ટોચ પર સ્ક્રોલ કરો