વિટામિન-બી૨( VITAMIN-B2 OR RIBOFLAVIN )

પ્રાપ્તિ સ્થાન

VIT-B2( રિબોફ્લેવિન ) પણ VIT-B1( થાયમિન ) ની જેમ પ્રાણીજન્ય અને વનસ્પતિજન્ય બંન્ને આહારમાંથી મળી રહે છે. પ્રાણીજન્ય આહારમાં ઈંડા, યકૃત, કિડનીમાં રિબોફ્લેવિન મળે છે. દૂધ અને દૂધની બનાવટો VIT-B2 મેળવવા માટે ખાસ મહત્વના છે. લીલા પાંદળાવાળા શાકભાજી જેવાકે મેથી,પાલક વગેરે… રિબોફ્લેવિનના સારા પ્રાપ્તિસ્થાન છે. આખા અનાજ તથા દાળો કે કઠોળમાંથી રિબોફ્લેવિન અમુક માત્રામાં મળે છે. આ પદાર્થોને રિફાઈન કરવાથી રિબોફ્લેવિની માત્રા સાવ ઓછી થઈ જાય છે. પરંતુ આખા અનાજ, કઠોળ કે દાળોને ફણગાવવાથી કે આથો આપવાથી VIT-B2( રિબોફ્લેવિન )ની માત્રામાં ઘણી હદ સુધી વધારો થાય છે. માંસાહારી વ્યક્તિઓ પશુજન્ય આહારમાંથી VIT-B2( રિબોફ્લેવિન ) મેળવી શકે છે.

એક સરેરાશ( એવરેજ ) મિશ્રિત શાકાહારી ભોજન -કે જેમાં દૂધ, લીલાંપાંદળાવાળા શાકભાજી, આખા અનાજ, દાળો કે કઠોળ( ફણગાવેલા કઠોળ, દાળ કે અનાજ હોયતે વધુ સારુ ) સમાવિત હોય તો તેમાંથી આપણી VIT-B2 ની( રિબોફ્લેવિન ) જરૂરિયાત સહેલાઈથી પૂરી કરી શકાય છે.

શોષણ અને કાર્ય

શરીરમાં ગ્રહણ થયા પછી VIT-B2નું( રિબોફ્લેવિનનું ) નાના આંતરડાના ઊપરના ભાગમાં શોષણ થઈ લોહીમાં ભળી જાય છે અને લોહી દ્વારા વિશેષ કાર્ય કરવા માટે શરીરના જુદાં-જુદાં ટીશ્યુ સુધી લઈ જવાય છે. બીજા પ્રાણીદ્રવ્ય( water soluble ) વિટામિનની જેમ VIT-B2 ની વધારાની માત્રા મૂત્ર દ્વારા શરીરની બહાર નીકળી જાય છે.

કાર્બોદિતપદાર્થ, ચરબી અને પ્રોટીનના ચયાપચયમાં VIT-B2 ની ભૂમિકા મહત્વની છે. VIT-B2 બે સહઊત્સેચકોનો( two co-enzymes, FMN and FAD ) ભાગ છે, જે કાર્બોદિતપદાર્થ, પ્રોટીન અને ચરબીથી શક્તિ મેળવવામાં મદદ કરે છે. VIT-B1 ની જેમ આ વિટામિન પણ સામાન્ય વૃદ્ધિઅને વિકાસ માટે જરૂરી છે તેમજ ત્વચા, આંખો અને અન્નમાર્ગની તંદુરસ્તી માટે ખૂબ જ મહત્વનું છે.

શરીર પર અસર

VIT-B2 અથવા રિબોફ્લેવિની ઊણપથી પગમાં વાઢિયા પડે છે. મોંમા સોજો આવે છે ને દઃખાવો થાય છે. હોઠના ખૂણાઓની તથા નાકની આસપાસની ચામડી ફાટી જાય છે. ગંભીર કિસ્સામાં આંખો લાલ થઈ જાય છે અને પ્રકાશ સહન કરી શકતી નથી.

Share This

ટિપ્પણી આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

guGujarati
ટોચ પર સ્ક્રોલ કરો