મેગ્નેશિયમ( MAGNESIUM )

પુખ્તવયની વ્યક્તિના શરીરમાં લગભગ 20-25 ગ્રામ મેગ્નેશિયમ મળી આવે છે. આ પ્રમાણે 60-70 ટકા ભાગ હાડકામાં મળી આવે છે, જ્યાં તે કેલ્શિયમ તથા ફોસ્ફરસની સાથે મળી આવે છે. બાકીનો 30-40 ટકા ભાગ જુદી-જુદી પેશીઓ તથા શરીરના પ્રવાહી કે જેમાં ખાસ કરીને અંદરના કોષોના પ્રવાહીમાં મળી આવે છે.

પ્રાપ્તિસ્થાન

બધા જ વનસ્પતિજન્ય ખાદ્યપધાર્થોમાં મેગ્નેશિયમ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. ગરવાળા ફળો જેવાકે મગફળી, કાજૂ, અખરોટ, બદામ માં મેગ્નેશિયમ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. તલ જેવા તેલિબિયાં, રાજમા, મઠ, સોયાબીન જેવા કઠોળ,ઘઊ, બાજરા, જુવાર જેવા આખા અનાજમાં મેગ્નેશિયમ ખૂબ મળી આવે છે. અન્ય ખાદ્યપદાર્થો લીલાં પાંદળાવાળા શાકભાજી, મટર,કમલકાકડી વગેરેમાં મેગ્નેશિયમ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. પ્રાણીજન્ય ખોરાકમાં સમુદ્રી ખોરાક જેવાકે શંખમીન, કરચલાં, છીપલાં, માછલી, માઁસ વગેરેમાં મેગ્નેશિયમ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે.

કાર્ય

( 1. ) જુદા-જુદા પદાર્થોનું કોષોમાં આવવા-જવાની ક્રિયા પર નિયંત્રણ કરે છે.

( 2. ) ઘણા ઊત્સેચકોની કાર્યક્ષમતા બનાવી રાખવા માટે જરૂરી છે.

( 3. ) હાડકા તથા દાંતોના નિર્માણ માં મદદરૂપ બને છે. હાડકાના ખનિજકરણ( mineralization ) અર્થાત હાડકાના નિર્માણમાં તેનો ઊપયોગ થાય છે.

( 4. ) સ્નાયુતંત્રનુ સહેલાઈથી કાર્ય કરવા માટે જરૂરી છે. તે એક સ્નાયુનો સંદેશ બીજા સ્નાયુ સુધી મોકલવામાં સહાય કરે છે.

( 5. ) ચીકની પેશી( smooth muscle ) ના કાર્ય માટે જરૂરી છે.

( 6.) પ્રોટીનના નિર્માણ માટે પણ તે જરૂરી છે.

શોષણ અને નિકાસ

મેગ્નેશિયમનું શોષણ નાના આંતરડામાં થાય છે. જેનું અવશોષણ પણ કેલ્શિયમ ની જેમ જ થાય છે.( https://ketnapabari.home.blog/2020/06/01/કેલ્શિયમ-અને-ફોસ્ફરસ-calcium-and-phosphorus/ ) જ્યારે શરીરમા મેગ્નેશિયમ ની જરૂરિયાત વધી જાય છે ત્યારે આ વધેલી જરૂરિયાતની પૂર્તિ માટે શોષણ પણ વધુ થાય છે.એ બધા જ કારણો( પરિબળો ) જે કેલ્શિયમના શોષણમાં રૂકાવટ પેદા કરે છે, તે મેગ્નેશિયમના શોષણમાં પણ રૂકાવટ નાખે છે. જેમકે ભોજનમાં બાધક પદાર્થોની ઊપસ્થિતિ.

શરીરમાં મેગ્નેશિયમની નિકાસ કિડની દ્વારા નિયંત્રિત થાય છે.

શરીર પર અસર

શરીરમાં મેગ્નેશિયમનુ ઓછુ લેવલ હાઈપોમેગ્નેઝેમિયા( hypomagnesemia ) નું કારણ બની શકે છે. મેગ્નેશિયમયુક્ત આહાર સતત ઓછો લેવો કે શરીરમાં મેગ્નેશિયમની ખોટ હોવા જેવી બાબતોથી હાઈપોમેગ્નેશિયમ થઈ શકે છે. સખત મોટી બિમારી, લાંબો સમય હોસ્પિટલમાં રહેલ દર્દી, જેની કોઈ સર્જરી થઈ હોય અથવા અમુક પ્રકારની દવાઓ લેવાનુ થયુ હોય તો તેવી વ્યક્તિઓમાં મેગ્નેશિયમની ઊણપ જોવા મળે છે.

લો મેગ્નેશિયમના પ્રારંભિક સંકેતોમાં ઊબકા, ઊલટી, નબળાઈ, ભૂખ ઓછી લાગવી જેવા લક્ષણો જણાય છે. ઊપરાંત કળતર થવી, સ્નાયુઓમાં ખેંચાણ અનુભવવી, આંચકી આવવી, કામમાં નિષ્ક્રિયતા આવવી, હ્રદયની લય અસામાન્ય થવી જેવા લક્ષણો પણ જોવા મળે છે.

Share This

ટિપ્પણી આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

guGujarati
ટોચ પર સ્ક્રોલ કરો