CONTINUED…..
ચરબી આપણા આહારમાંનુ સંકેન્દ્રિત(concentrated) શક્તિ-સ્ત્રોત છે. જે આપણા રોજના આહારનો અગત્યનો ભાગ છે. માખણ, ઘી, તેલ વગેરે સ્વરૂપે આપણે ચરબી ખાઈએ છીએ. દૂધ, સૂકોમેવો, માંસમા પણ થોડા પ્રમાણમાં ચરબી હોય છે.
કાર્ય
- ચરબીમાંથી સૌથી વધુ પ્રમાણમાં શક્તિ મળે છે. ૧ ગ્રામ ચરબી ૯ કિલો-કૅલરી શક્તિ આપે છે, જે તેટલા જ વજનના કાર્બોદિત પદાર્થ કે પ્રોટીનમાંથી મળતી શક્તિ કરતાં આશરે સવા બે ગણી હોય છે.
- ચરબીમાં દ્રાવ્ય વિટામિન( Vit A, D, E,and K) ના યોગ્ય શોષણ અને શરીરમાં તેના યોગ્ય ઊપયોગ માટે ચરબી જરૂરી છે. જો આહારમાં યોગ્ય પ્રમાણમાં ચરબી ન હોય તો શરીરમાં આ વિટામિનની ઊણપ વર્તાય છે.
- ત્વચા નીચેનું ચરબીનું પડ શરીરનું તાપમાન જાળવી રાખવામાં મદદ કરે છે.
- ચરબી શરીરના અગત્યના અવયવોની આજુબાજુ ગાદી જેવું આવરણ બનાવી તેમનું રક્ષણ કરે છે તેમજ બાહ્ય આંચકા અને ઈજાઓથી તેમને બચાવે છે.
- રાંધવામાં અને તળવામાં ચરબીનો ઉપયોગ થાય છે. તેનાથી આહાર સ્વાદિષ્ટ અને મનપસંદ બને છે.
- ચરબીના પાચનમાં વધુ સમય લાગે છે. આપણને પેટ ભરેલું હોય તેવી લાગણી થાય છે અને આપણે સંતોષ અનુભવીએ છીએ.

ચરબી શક્તિ આપે છે અને આહારને સ્વાદિષ્ટ બનાવે છે.
પ્રાપ્તિસ્થાન

- ચરબી વનસ્પતિજ અને પ્રાણીજ બન્ને પ્રાપ્તસ્થાનોમાંથી મળે છે.
- મગફળી, સરસવ, તલ, સોયાબીન, કપાસિયા જેવા તેલીબિયા અને કોપરા જેવા મેવા વગેરેમાંથી વનસ્પતિજન્ય તેલ મળે છે.
- દૂધ, ઈંડાનીજરદી, ઘી, માખણ, મલાઈ, માછલીનુંતેલ વગેરે પ્રાણીજ ચરબીના પ્રાપ્તિસ્થાન છે
શરીર પર અસરો

- આહારમાં ચરબી વધુ હોય કે ચરબી ની ઊણપ( કમી ) હોય બંન્નેની અસર શરીર પર પડે છે.
- ચરબીના અભાવથી શક્તિનો અભાવ રહે છે, પરિણામે વજન ઘટે છે, થાક લાગે છે અને કાર્યક્ષમતા ઘટે છે. આહારમાં ચરબી ઓછી હોય તો વિટામિન એ, ડી, ઈ ને કે ની ઊણપ વર્તાય છે.
- આહારમાં ચરબીયુક્ત પદાર્થો વધુ પ્રમાણમાં લેવાથી વજન વધે છે પરિણામે મધુપ્રમેહ, હ્રદયરોગ, રુધિરનું ઊંચુદબાણ જેવા રોગો થઈ શકે છે.
આહારમાં ચરબીની અધિકતા સ્થૂળતા લાવે છે.
TO BE CONTINUED ON PROTEIN