દૂધના પ્રકાર( KINDS OF MILK )

ભારતમાં ઉપયોગમાં લેવાતું લગભગ 90% દૂધ ગાય કે ભેંસનું હોય છે. ગાયના દૂધમાં લગભગ 4.5% ચરબી હોય છે તથા તેમાંથી પીળા રંગનું માખણ અને ઘી બને છે. ભેંસના દૂધમાં ચરબીનું પ્રમાણ વધુ ( લગભગ 7% થી 9% ) હોય છે તથા ગાયના દૂધની સરખામણીમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ વધુ હોય છે. ગાયના દૂધમાં કૈરોટીન હોય છે જે આપણા શરીરમાં વિટામિન-એ માં રૂપાંતરિત થાય છે તથા કૈરોટીનનો રંગ પીળો હોવાને લીધે ગાયનું દૂધ, માખણ તથા ઘીનો રંગ આછો પીળો હોય છે. ભેંસના દૂધમાં વિટામિન-એનું પૂર્વનિર્મિત રૂપ મળી આવે છે જે રંગ વગરનું હોય છે, એટલે ભેંસનું દૂધ, માખણ તથા ઘી નો રંગ સફેદ હોય છે. આ સિવાય બીજી બધી બાબતોથી ગાય અને ભેંસનું દૂધ એક સમાન હોય છે.

આપણે એ બધા આધુનિક યંત્રોના આભારી છીએ જેના દ્વારા આપણા માટે દૂધ એકઠું કરવું, તેના પર પ્રક્રિયા કરવી અને તેની વહેંચણી કરવામાં આવે છે. જેને ટોંડ દૂધ કહેવામાં આવે છે. ટોંડ દૂધ શું છે ? ટોંડ દૂધ ફરીથી મિશ્રિત કરેલું કે તકનીકી રૂપથી પ્રમાણિત કરેલું ઉત્પાદન છે. જેમાં ચરબીનું પ્રમાણ 3% તથા બીજા ઘન પદાર્થોનું પ્રમાણ 8.5% હોય છે.બીજા ઘન પદાર્થોનું પ્રમાણ 8.5% રાખવા પછી ચરબીનું પ્રમાણ 1.5% થી 4.5% સુધી બદલી શકાય છે. દૂધમાં ચરબીનું પ્રમાણ ઓછું કરવા માટે દૂધમાં ત્યાં સુધી પાણી ભેળવવામાં આવે છે જ્યાં સુધી ચરબીનું પ્રમાણ ઈચ્છિત સ્તર સુધી ન પહોંચે તથા ત્યારબાદ ઘન પદાર્થોનું પ્રમાણ 8.5 % કરવા માટે તેમાં ચરબી વિનાનો દૂધનો પાઉડર ભેળવવામાં આવે છે. તેનો હેતુ વધુ વ્યક્તિઓ માટે દૂધ ઉપલબ્ધ કરાવાનો હોય છે. સામાન્યરીતે દૂધને 4.5% ચરબી મેળવાના સ્તર સુધી ટોંડ કરવામાં આવે છે. ગરમીમાં પશુઓ માટે ચારો ઓછો થઈ જવાના કારણે ડેરીમાં દૂધનું ઉત્પાદન ઓછુ થઈ જાય છે ત્યારે દૂધને 1.5% ચરબીના પ્રમાણના સ્તર સુધી દૂધને ટોંડ કરવામાં આવે છે. ટોંડ કરવાની પ્રક્રિયા દ્વારા ભેળવવામાં આવેલ ચરબીરહિત દૂધના પાઉડરને દૂધમાં એકદમ સારી રીતે સંમિશ્રણની પ્રક્રિયા દ્વારા ભેળવવામાં આવે છે. જો કોઈ કારણથી આ પ્રક્રિયા સારી રીતે ન થઈ શકે તો દૂધમાં રહેલા ઘન પદાર્થ નીચે બેસી જાય છે અને દૂધ ઉકાળવાના સમયે તે બળી જવાથી દૂધમાં બળેલા દૂધનો સ્વાદ આવે છે. ઘણી વખત ટોંડ કરવા માટે ઉપયોગમાં લેવાતો ચરબી રહિત દૂધના પાઉડરમાં બી સમુહના વિટામિનો ઉમેરવામાં આવે છે. જેના કારણે દૂધમાં અનિચ્છનીય સ્વાદ આવી જાય છે. પરંતુ આવુ બહુ ઓછુ બને છે.

Share This

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

guGujarati
Scroll to Top