વિટામિન-બી૧૨(VIT-B12 OR COBALAMIN)

પ્રાપ્તિસ્થાન

VIT-B12( COBALAMIN ) માત્ર પશુજન્ય ખોરાક માંથી જ મેળવી શકાય છે. લિવર, કિડની, ઈંડા, સમુદ્રીફૂડ( seafoods like crabs, lobsters, shrimps etc..), દૂધ જેવા પ્રાણીજન્ય આહાર VIT-B12 ના સારા સ્ત્રોત છે. વનસ્પતિજન્ય ખોરાકમાં VIT-B12 હોતુ નથી. પરંતુ આંતરડામાં રહેલા અમુક ચોક્કસ સહાયક બેક્ટેરિયા દ્વારા VIT-B12 સંશ્લેષિત( synthesised ) કરી શકાય છે. આપણા શરીરમાં VIT-B12 ની જરૂરિયાત બહુ જ ઓછી હોય છે. પશુજન્ય ખોરાક જેમકે દૂધની થોડીક માત્રાના સેવનથી આપણી VIT-B12 ની જરૂરિયાત ની પૂર્તિ થઈ જાય છે

શોષણ અને કાર્ય

VIT-B12( COBALAMIN ) નુ શોષણ એક વિશેષ રાસાયણિક પદાર્થની હાજરીમાં થઈ શકે છે જેને આંતરિક પરિબળ( intrinsic factor ) કહે છે. આ રાસાયણિક પદાર્થ પેટના કોષો દ્વારા સ્ત્રાવિત થાય છે. શરીરમા ગ્રહણ કરેલું VIT-B12 આ આંતરિક પરિબળ સાથે મળ્યા પછી નાના આંતરડા દ્વારા શોષિત કરી લેવાય છે. નાના આંતરડામાં ઊપસ્થિત ચોક્કસ સહાયક બેક્ટેરિયા પણ VIT-B12 બનાવવામાં મહત્વનો ભાગ ભજવે છે. આમ, VIT_B12 આંતરિક પરિબળો વિના શોષિત થઈ શકતુ નથી. VIT-B12 ના શોષણ માટે આંતરિક પરિબળો જરૂરી છે. આ આંતરિક પરિબળ પેટમાંથી મળી આવે છે. જ્યારે બેક્ટેરિયા દ્વારા ઊત્પન્ન થયેલુ VIT-B12 જે શરીરમાં વધારાનુ હોય તે મળ દ્વારા શરીરની બહાર નિકાલ કરી દેવાય છે. VIT-B12 પ્રાણીદ્રાવ્ય( water saluble ) વિટામિન હોય શરીરમાંનુ વધારાનુ વિટામિન મળ દ્વારા બહાર નીકળી જાય છે.

શરીરમાં પાચનતંત્ર, જ્ઞાનતંત્ર, અસ્થિમજ્જાના સરળતાથી કામ થઈ શકે તે માટે VIT-B12 જરૂરી છે. ફોલિકઍસિડની જેમ VIT-B12 પણ લાલ રક્તકણો( red blood cells ) ના નિર્માણ માટે ઊપયોગમાં લેવાય છે.

શરીર પર અસર

VIT-B12 ની ઊણપને લીધે રક્તકણો યોગ્યરીતે બનતા નથી અને તેથી પાંડુરોગ થાય છે. મનુષ્ય ફિક્કો પડી જાય છે અને જલદીથી થાકી જાય છે. થોડુક અંતર ચાલવાથી પણહાંફી જાય છે.

Share This

ટિપ્પણી આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

guGujarati
ટોચ પર સ્ક્રોલ કરો