VIT-C, ‘ ઍસ્કોર્બિક ઍસિડ ‘ તરીકે પણ જાણીતું છે. તેમજ તેને ‘ ફ્રેશ ફૂડ ‘ વિટામિન પણ કહેવાય છે. ગરમીથી અને પ્રકાશમાં ખુલ્લુ રહેવાથી તેનો સરળતાથી નાશ થાય છે. રાંધવાથી પણ તેનો સરળતાથી નાશ થાય છે.
પ્રાપ્તિસ્થાન

તાજા ફળો અને શાકભાજીમાં VIT-C નું પ્રમાણ ઘણું વધારે હોય છે. મોટે ભાગે તે તાજા ફળ અને શાકભાજીમાંથી મળતુ હોવાથી તેને ‘ તાજા આહારના વિટામિન ‘ તરીકે ઓળખાઈ છે. તાજા ખાટાં ફળો ( citrus fruits ) જેમકે સંતરા, મૌસંબી, લીંબુ, તેમજ જામફળ, આમળા, પપૈયા, પાઈનેપલ, ટમેટા, લીલામરચાં, કેપ્સિકમ, લીલાપાંદળાવાળા શાકભાજી, કોબીજ વગેરે VIT-C ના સારા સ્ત્રોત છે. કંદમૂળ( root vegetables ) જેવાકે બટેટા, શક્કરીયા, સૂરણ વગેરેમાં પણ અમુક પ્રમાણમાં VIT-C હોય છે. આવા ખોરાક મોટા પ્રમાણમાં લેવાથી VIT-C પ્રાપ્ત થઈ શકે છે. બીજા ખાદ્ય પધાર્થ જેવાકે અનાજ અને દાળો કે કઠોળમાં VIT-C ‘ન’ બરાબર હોય છે. પરંતુ તેને ફણગાવીને અથવા આથો દઈને ખાવાથી તેમાં VIT-C નું પ્રમાણ વધારી શકાય છે. પશુજન્ય આહાર જેમકે માંછલી, માંસ, દૂધ, ઈંડા, મરઘાં( poultry ) માં VIT_C નું પ્રમાણ બહુ ઓછું હોય છે.
આમળા, જામફળ જેવા ફળો તથા લીલાપાંદળાવાળા શાકભાજી તેમજ લીલામરચાં VIT-C ના સારા સ્ત્રોત છે. જેમાં આમળામાં VIT-C અધિક માત્રા હોય છે તેમજ આમળા સૌથી સસ્તા પણ હોય છે. આમળામાં આપણે મોંઘા ખાટાં રસદાર ફળો( citrus fruits ) જેમકે સંતરા, મૌસંબી વગેરેની સરખામણીમાં વીસ ગણુ અથવા એનાથી પણ વધારે VIT-C મળે છે.
શોષણ

શરીરમાં ‘ ઍસ્કાર્બિક ઍસિડ ‘ તુરંત જ અવશોષિત થઈ જાય છે તથા ત્યાર પછી શરીરના જુદાં-જુદાં કોષોમાં( tissues ) વહેંચાઈ જાય છે. શરીરના અમુક અંગો અને ગ્રંથિઓ( organs and glands ) જેમકે બરોળ( spleen ), અસ્થિમજ્જા( bone marrow ), યકૃત( liver ), સ્વાદુપિંડ( pancreas ), મૂત્રપિંડ( kidney ), અને નેત્રપટલ( retina of eye )માં સૌથી વધુ સંકેદ્રિત થાય છે.
કાર્ય
( 1 ) ઘાવ તથા ચોટ ને ભરવાનું કાર્ય ઃ-
શરીર પર કોઈ ઘા વાગ્યો હોય કે ઈજા થઈ હોય તો તેને ભરવાનું કાર્ય કરે છે. એક વિશેષ પ્રકારનું પ્રોટીન જેને કોલેજન( collagen ) કહે છે, તેના નિર્માણ માટે VIT-C ખૂબ મહત્વનું છે. ઘા વાગ્યો હોય કે શરીર પર ઈજા થઈ હોય તેના પર કોલેજનનું નિર્માણ ઘાને જલદી ભરવામાં મદદ કરે છે. આ કોલેજન જોડાયેલી પેશીઓ ( connective tissue ) માંથી મળી આવે છે. આ પેશીઓ જુદી-જુદી પેશીઓને પરસ્પર એવી રીતે જોડે છે જેવી રીતે સીમેન્ટ ઈંટોને જોડે છે. કોલેજન લોહીની નળીઓને( blood vessels ) ને મજબૂત બનાવે છે. ખોરાકમાં VIT-C ન હોય તો લોહીની નળીઓ નબળી થઈ જાય છે જેને લીધે તે સહેલાઈથી ફાટી શકે છે.
( 2 ) તણાવ( stress )થી મુક્ત કરવાનું કાર્ય ઃ-
ઍસ્કૅાર્બિક ઍસિડ ( VIT_C ) એડ્રેનલ ગ્રંથિ ( adrenal gland ) થી એપિનેફ્રીન ( epinephrine ) તથા નાૅરએપિનેફ્રિન( norepinephrine ) નામના બે હોર્મોન ને સ્ત્રાવિત કરવામાં મહત્વનું છે. આ હોર્મોન આપણા જીવનની તણાવપૂર્ણ પરિસ્થિતિઓ જેમકે રોજના જીવનનો તણાવ, ચેપનો તણાવ, ઈજાઓ અને બિમારિયોનો તણાવ વગેરેથી નિપટવામાં મદદ કરે છે.
( 3 ) લોહતત્વના શોષણમાં સહાયતાનું કાર્ય ઃ-
લોહતત્વ લાલ રક્ત કણો નુ મુખ્ય અવયવ છે. VIT-C લોહતત્વને તેના શોષણ થઈ શકે તેવા રૂપમા બદલીને તેના અવશોષણમાં મદદરૂપ થાય છે.
( 4 ) અમુક જરૂરી પદાર્થોને નષ્ટ થવાથી બચાવવાનું કાર્ય ઃ-
VIT-E ની જેમ VIT-C પણ અમુક પદાર્થો જેમકે VIT-A તથા અસંતૃપ્ત ફેટી ઍસિડ ( unsaturated fatty acids ) ને નષ્ટ થવાથી બચાવે છે.
આ ઊપરંત દાંત, પેઢા, ત્વચાના વિકાસ માટે VIT-C ખૂબ મહત્વનું છે
શરીર પર અસર
VIT-C ની ઊણપથી ‘ સ્કર્વી ‘ નામનો રોગ થાય છે. પેઢા પર સોજો આવે છે ને દુઃખાવો થાય છે. પેઢામાંથી લોહી પડે છે. દાંત ઢીલા પડે છે ને પડી પણ જાય છે. સાંધાઓમાં પણ સોજો આવે છે, દુઃખાવો થાય છે અને નરમાશ આવે છે.
VIT-C સારા પ્રમાણમાં મેળવવા વધુ પ્રમાણમાં ફળો અને શાકભાજી ખાવાનું રાખો.